ના દેખાઉં હું ક્યાંય,
તું તારા પડછાયામાં જોજે.
ના હોઉં તારી સાથે,
તો તારા પ્રતિબિંબ ને પૂછજે.
જોવી હોય મને તો,
બસ તારા દિલમાં મને જોજે.
મૂકીને હૈયા પર તારો હાથ,
તારી જ ધડકનમાં મને અનુભવજે.
સુખમાં યાદ ન કરે પણ,
દુઃખમાં મને જરૂરથી યાદ કરજે.
એકાંતમાં બેસીને દિલથી,
જૂની યાદોનું સ્મરણ કરી લેજે.
સમજુ છું ખુશ છે મારા વગર,
બેહાલ આ દિલનો હાલ ક્યારેક આવીને પૂછી લેજે.