જાદુઈ સફર

        25/04/2023 ના મારી સાધનાની શરૂઆત થઈ અને એ વાતને આજે વર્ષ પણ વીતી ગયું. હું અવારનવાર ધ્યાનમાં બેસતી પણ 25/04/2023 થી આજ સુધી એવો એક પણ દિવસ નથી જ્યારે મેં ધ્યાન કે સાધના ના કરી હોય, ક્યારેક કલાક તો ક્યારેક બે કલાક અને ક્યારેક 15 મિનિટ માટે પણ આ સફરનો અનુભવ આજે તમારી સાથે શેર કરવો છે. મારા જીવનમાં થયેલા બદલાવ અને ફાયદા દિવસે દિવસે વધતા જાય છે. એક સરળ જિજ્ઞાસા તરીકે મેં શરૂ કર્યો આ “મેડીટેશન” નો સફર જેને મારી અને મારી આસપાસની દુનિયા વિશેની મારી સમજને એક આકાર આપ્યો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ સફર મને આટલી આંતરિક શાંતિ ની ભાવનાથી ભરી દેશે.મારી રોજની આ શાંત ક્ષણોમાં મેં મારીજ સાથે ઊંડાણમાં સફરની શરૂઆત કરી. જેમાં મારા વિચારો, લાગણીઓ અને સંવેદનાઓને એક નવી રાહ મળી. પ્રત્યેક શ્વાસ સાથે એક gratitude  નો ભાવ દરેક વસ્તુ હોય કે વ્યક્તિ માટે વધતો ગયો. ક્ષમા આપવી અને માંગવી એકદમ સરળ થતી ગઈ.એક ગજબની શાંતિ અંદરથી અનુભવાતી ગઈ. આજુબાજુમાં શું બની રહ્યું છે એનાથી જાણે હું અલગ થતી ગઈ. આમ તો હું ઘણી બક બક કરતી પણ અચાનક જ મને મારું નવું એક રૂપ જોવા મળતું જે એકદમ શાંત હતું. ક્યારેક તો મને સમજ નહોતી પડતી કે આ મારા જીવનમાં શું થઈ રહ્યું છે? પણ જે પણ થઈ રહ્યું હતું મને ગમી રહ્યું હતું. હું એકાંતમાં પણ વધુને વધુ સમય વિતાવી શકતી અને અંદરથી ખુશ પણ રહેતી. જેમ જેમ દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાતા ગયા તેમ મેં મારી અંદર હતા ફેરફારની નોંધ લેવાનું શરૂ કર્યું. મારા તોફાની પળાને હું શાંત થતા જોઈ રહી હતી.

       આ સફર દરમિયાન યુનિવર્સ જાણે મને એવી નવી વ્યક્તિઓને મળાવતી ગઈ જેઓ પણ આ જ સફરમાં મારી જેમ આગળ વધી રહ્યા હતા. ભલે ક્રિયા કદાચ અલગ હતી પણ એકબીજાના વિચારો એકદમ મળી રહ્યા હતા. એક ગજબની શક્તિ અને શાંતિ આ વ્યક્તિઓને મળીને થતી અને એકબીજા સાથે સફરના અનુભવોની વાતો પણ કરતા.

       આ એક વર્ષ ક્યાં વીતી ગયું એનો ખ્યાલ પણ નથી રહ્યો. મારું જીવન લગભગ એક નિયમિતતા બંધ બની રહ્યું છે અને એને હું ખૂબ જ મજાથી માણી રહી છું. સૌથી મોટો બદલાવ મારો ગુસ્સો ઘણો ઓછો થઈ રહ્યો છે. પરંતુ કદાચ આ સફરનું સૌથી સુંદર પાસો મારી અંદર ખીલેલી એકબીજા સાથે જોડાયેલી અને કરુણા ભરેલી ભાવના હતી. મેં મારી જાતને અન્ય લોકો સાથે દયા, સહાનુભૂતિ અને પ્રેમથી બંધાતા જોઈ. ઘણા આ રસ્તે મારી સાથે જોડાય એના માટે પ્રિતી ની મદદથી સપ્ટેમ્બર 2023 થી “Vinay Dubai” જ્યાં ગ્રુપમાં મળીને અમે દર સોમવારે સવારે મેડીટેશન કરીએ એની શરૂઆત કરી. આજે જ્યારે લોકો આવીને મારી સાથે એમના અનુભવ શેર કરે છે ત્યારે હું એમની જગ્યા ઉપર મને ખુદને જોઈ શકું છું.

       કહેવત છે ‘કેરી ખાઈએ તો એમ તો જ એનો સ્વાદની ખબર પડે.’ એવી જ રીતે હું જરૂરથી દરેકને વિનંતી કરીશ કે દરરોજ તમે શાંતિથી બેસીને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરજો. તમારા વિચારોમાં ફસાયા વિના આ અનુભવ કરવા સમય ફાળજો. સમય જતા તમે પાકું જોશો કે તમારું મન શાંત અને સ્પષ્ટ બની ગયું છે. તમારી લાગણીઓમાં અચાનક જ સુંદર બદલાવ આવી રહ્યો છે. આ મુસાફરી એટલી સરળ છે છતાં આપણે સમય નથી આપી શકતા. દસ મિનિટ દિવસની પોતાની સાથે કાઢજો, સૌથી પહેલો ફરક તમારો ગુસ્સો ઓછો થઈ જશે અને વાતોને જતી કરવાની એટલે કે લેટ ગો ખૂબ સરળ થઈ જશે.

       I am discovering the magic within. Why don’t you also try? Thank you :pray::skin-tone-2:

જાદુઈ સફર – Audio Version
Share this:

22 thoughts on “જાદુઈ સફર”

 1. Amazing !! Will like to try n feel the changes in me too, thank you for sharing n always inspiring 🙏🏻.

 2. You’re the most inspiring & dedicated person I know – thank you for teaching us the most important things in life and for always guiding us to the right path!!

 3. Wow! What a positive and inspiring impact! Amazing to see how it’s also changing lives for people around you in the same way.

 4. Meditation toh karyu nathi pan tamara poem thi ek alag positivity made che , love you Nikkiji❤️😘

 5. Wow that’s an amazing experience 😍🧿👏🏻Monday meditation at your place is amazing moments for me as well❤️what a vibes and peace😍🧿Thank You so much Nikki for everything you have done for us❤️

 6. વાહહહ નીકી
  એક વર્ષ સુધી રોજ મડીટેશન કરવું એ બહુજ મોટી વાત કહેવાય…
  તને મળેલા ફાયદાનો અનુભવ અને તારામાં આવેલા બદલાવનું તે ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે..
  તું તારી નિર્મળ થવાની સફરમાં ખૂબ જલદી આગળ વધે એવી દિલથી શુભકામના…❤️❤️❤️

Leave a reply