શાના માટે?

સંબંધો વેરવિખેર થઈ જાય,
એવી અકળામણ શાના માટે?

ગેરસમજના વાદળો ઘેરાવી,
અબોલા લેવા શાના માટે?

તકલીફ જો ખુદને જ થતી હોય,
તો બીજાને આપવી શાના માટે?

લોકો તમારી કિંમત કરી જાય,
એવું વર્તન કરવું શાના માટે?

કરીલે ખુલાસા અને થઈ જા થોડો હળવો,
આટલી બધી નારાજગી શાના માટે?

માંગીલે માફી અને કરી દે માફ, 
કેટલો સરળ છે રસ્તો અઘરો કરે છે શાના માટે?

શાના માટે? – Audio Version
Share this:

16 thoughts on “શાના માટે?”

Leave a reply