શરૂઆત મારે મારાથી જ કરવી છે

_____નાના-નાના ઝઘડા, વાદ-વિવાદ કે પછી ગેરસમજ દરેક સંબંધમાં થાય છે, પણ સાચું કહો એનું કારણ ક્યારે પણ તમે વિચાર્યું કે આમ કેમ થાય છે? એટલું જ નહી તમે એનો આરોપ હમેશાં બીજા ઉપર જ ઢોળ્યો હશે.

_____જ્યારે મારા મારા બાળક સાથે કે પતિ તે પછી સાસુ સાથે નાનો પણ વિવાદ થાય ત્યારે હું એમ જ બોલી દઈશ કે કાશ એ મને સમજી શકતે પણ મેં કદી પણ ના વિચાર્યું કે એ પણ મારી જેમ જ વિચારતા હશે. હમેશાં જ્યારે આપણે કંઈક બીજાને લઈને અપેક્ષા કરતા હોઈએ, ત્યારે કેમ નથી વિચારતા કે એની અપેક્ષા પણ કંઈક એવી જ હશે.

_____આપણે લોકોને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ક્યારેય એમ વિચાર્યું કે ભૂલ મારી પણ હોય શકે. વાત ભલેને નાની હોય કે મોટી એને સમજવાની શરૂઆત આપણે જ કરી લઈએ તો જીવન ઘણું સરળ અને સંબંધો વધુ મજબૂત થઈ જશે. ગેરસમજો વધુ સંબંધોને ખલાસ કરી નાંખે છે. કેમ આપણો એ સંબધ એટલો નબળો છે કે એક ગેરસમજથી હલી જાય? જ્યારે થર ઉપર થર જામતા જાય ત્યારે ચીકાશ કાઢવી ખૂબ અઘરી થઈ જાય છે. બીજાની ભૂલ શોધવા પહેલા હું માત્ર એ જ વિચારી લઉં કે મારી કયા ભૂલ છે? અને મારી ભૂલ નથી છતા મારા માટે મહત્વનું શું છે, વ્યક્તિ કે વ્યક્તિ એ તરેલી નાનકડી ભૂલ?

_____મને એમ લાગે છે મારા અનુભવથી જયારે આપણે બીજાને દિલથી સમજવાની કોશિશ કરીએ છીએ આપણા માટે કંઈ અઘરું નથી હોતું અને એના માટે માત્ર ને માત્ર એક જ રસ્તો છે:જ્યારે પણ ભૂલ શોધીશ, શરૂઆત હું મારાથી જ કરીશ. કેમ આપણે આપણા સંબંધો બચાવવા અને એને મજબૂત બનાવવા આટલું ના કરી શકીએ?

The Audio Version of ‘શરૂઆત મારે મારાથી જ કરવી છે’

Share this:

ભૂલ

લાગણીની કદર ના તે કરી,
ને તારા પ્રેમની કદર ના મેં કરી.

આપેલા સમયની પ્રશંસા ના તે કરી,
ને તને સમજવાની મહેનત ના મેં કરી.

પરિસ્થિતિની ઓળખ ના તે કરી,
ને તારા શબ્દોની કદર ના મેં કરી.

તારી ઉદાસી દૂર કરવાની કોશિશ ના મેં કરી,
મને ખુશી આપવાની કોશિશ ના તે કરી.

વાત તારી સાથે બરાબર ના મેં કરી,
ને મને છોડી જવાની જીદ તે કરી.

ભૂલ ઘણી તે પણ કરી,
ને ભૂલ ઘણી મેં પણ કરી.

The Audio Version of ‘ભૂલ’

Share this:

સાથ

મારા હાથમાં આ તારો હાથ,
મળી ગયો મને દુનિયાનો સાથ.

બાગમાં ઊગેલા આ ફૂલોનો ભાગ,
ગમી ગયો રંગબેરંગી પતંગિયાનો સાથ.

સંભળાતો કલરવ કરતા પંખીઓનો રાગ,
રેલાઈ ગયો ગગનમાં જાણે સંગીતનો સાથ.

મારા હાથમાં આ તારો હાથ,
મળી ગયો મને દુનિયાનો સાથ.

તળાવમાં ભરપૂર સુંદર કમળોનો ઠાઠ,
મોહી ગયો દિલથી દિલનો સાથ.

ફૂટી રહ્યા છે મનમાં મારા હરખના બાગ,
થામી તને બાંધી દઉં જીવનભરનો સાથ.

મારા હાથમાં આ તારો હાથ,
મળી ગયો મને દુનિયાનો સાથ.

The Audio Version of ‘સાથ’

 

Share this:

એક પત્ર

દસતક કરી કોઈએ દરવાજે,
આવ્યો છે એક પત્ર મારા નામે,

સરી ગયા ખુશીના આંસુ આંખે,
લાગે છે હારેલી બાજી જીતી હું આજે,

બંધ લીફાફાને જોઈ મન મારુ નાચે,
કાશ આવી ગઈ હોય ‘હા’ એની આજે,

રાહ જોઈ થાકી હું રોજ આમ નાકે,
ને આવી ગયો ટપાલી મારા સરનામે,

વાંચું કે ના વાંચું ધડકન ચડી છે રફતારે,
હરખથી ચડ્યું છે મન મારુ રવાડે,

એનો પત્ર સમજી દોડી હું ગામે ગામે,
હતી એ એના લગ્નની કંકોતરી મારા નામે 😭.

The Audio Version of ‘એક પત્ર’

 

Share this: