થોડું કંઈક લખવાની આદત રાખીએ

_____કોઈને એક પ્રેમથી ભરેલો પત્ર , કોઈના સાથે મન દુ:ખ થયું હોય એની વાતો, આપણી ઇચ્છાઓ કે પછી આપણી દિનચર્યા…. શરૂઆત કરવી કોઈ પણ વાત માટે અઘરી હોય છે પરંતુ કર્યા પછી જે મનને ખુશી કે શાંતવના મળે છે એ ગજબની છે.

_____એક નાનકડી શરૂઆત કરો, તમારા માતા, પિતા,પતિ, પત્ની , બાળક કે પછી મિત્રને જન્મદિવસ પર એક નાનકડો પત્ર લખો . ઘણીવાર આપણે જે feelings બોલી નથી શકતા લખી સારી રીતે શકીએ છીએ. વિચાર કરો તમારા પત્રની ખુશીએ વ્યક્તિના ચહેરા પર . ક્યારેક કોઈ problem આવ્યો અને કોઈ રસ્તો નથી સૂઝતો તો એક પત્ર ભગવાનને લખી લો અને તમારા મંદિરમાં મૂકી દો.આજે નહી તો કાલે તમને એનો રસ્તો મળી જ જશે.

_____Day to day નું to-do list બનાવો, તો તમરી ટીવી જોવાની કે ફોનમાં ગપ્પા મારવાની આદત ઓછી થઈ જશે। અને તમારા તમામ કામ સમય પર સંપૂર્ણ પણ થઈ જશે. કોઈના પર આવેલો ગુસ્સો કે આપણા મનની અકળામણ લખી લેવાથી પણ મન શાંત થઈ જાય છે કારણ એ આપણે કાગળ અને પેન સાથે share કરી લીધો.

_____દરેક વાત હું મારા અનુભવથી કરું છું , નુકસાન કશે પણ છે જ નહી અને ફાયદા પણ ઘણા છે તો કેમ શરૂઆત ના કરવી ?

કોશિશ જરૂરથી કરજો।

Thank you.

The Audio Version of ‘થોડું કંઈક લખવાની આદત રાખીએ’

 

Share this:

16 thoughts on “થોડું કંઈક લખવાની આદત રાખીએ”

  1. Very very very true
    કાગળ અને પેન એ આપણાં મિત્ર છે એની સાથે આપણી કોઈ પણ લાગણી વહેંચી શકાય વિના સંકોચે.
    અને સાચી વાત છે કે ટીવી ચેનલો માં કે ખોટા ગપ્પા માં ટાઈમ પાસ કરવો એનાં કરતાં કંઈક લખતાં રહેવા માં ફાયદા જ ફાયદા છે…

Leave a reply