સમય​

દરેક ખુશી છે અહિં લોકો પાસે, પણ હસવા માટે સમય નથી.
દિવસ-રાત દોડતી દુનિયામાં, જીંદગી માટે સમય નથી.

‘માં’ના હાલરડાંનો અહેસાસ છે, પણ તે ‘માં’ માટે સમય નથી.
બધા સંબંધો તો મરી ગયા જાણે, પણ તેમનૅ દફનાવ​વાનો સમય નથી.

બધાં નામ mobile માં છે, પણ મિત્રતા માટે સમય નથી.
પારકાઓની શું વાત કર​વી, પોતાના માટે પણ સમય નથી.

આંખોમાં ઊંઘ છે, પણ સૂવા માટે સમય નથી.
દિલ છે શ્રમોથી ભરેલું, પણ રડવાનો સમય નથી.

પૈસાની દોડમાં એવા દોડ્યા કે, થાક​વાનો પણ સમય નથી.
ખિસ્સા ભરેલાં હોવા છતાં, એને ખરચ​વાનો પણ સમય નથી.
પારકા એહસાનોની શું કદર કરીએ, જ્યાં આજની દોડમાં પોતાનાજ સપનાની કદર નથી.

Share this:

10 thoughts on “સમય​”

Leave a reply